BHAVIN GARASIA

BHAVIN GARASIA

Saturday, 21 February 2015

Friday, 20 February 2015

સંખ્યાજ્ઞાન
૧).૧-એકમ
૨).૧૦-દશક
૩).૧૦૦-સો
૪).૧૦૦૦-હજાર
૫).૧૦૦૦૦-દસ હજાર
૬).૧૦૦૦૦૦-લાખ
૭).૧૦૦૦૦૦૦-દસ લાખ
૮).૧૦૦૦૦૦૦૦-કરોડ
૯).૧૦૦૦૦૦૦૦૦-દસ કરોડ
૧૦).૧૦૦૦૦૦૦૦૦૦-અબજ
૧૧).૧૦૦૦૦૦૦૦૦૦૦-દસ અબજ
૧૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦-ખર્વ
૧૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નિખર્વ
૧૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મહાપદ્યા
૧૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંકુ
૧૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-જલદી
૧૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અંત
૧૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મધ્ય
૧૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરાર્ધ
૨૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-શંખ
૨૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ શંખ
૨૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રતન
૨૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રતન
૨૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખંડ
૨૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખંડ
૨૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-સુઘર
૨૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ સુઘર
૨૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-મન
૨૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ મન
૩૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-વજી
૩૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ વજી
૩૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-રોક
૩૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ રોક
૩૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-અસંખ્ય
૩૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ અસંખ્ય
૩૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-નીલ
૩૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ નીલ
૩૮).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પારમ
૩૯).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પારમ
૪૦).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દેગા
૪૧).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ દેગા
૪૨).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-ખીર
૪૩).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ ખીર
૪૪).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-પરબ
૪૫).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ પરબ
૪૬).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-બલમ
૪૭).૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦-દસ બલમ
[10:25am, 18/02/2015] +91 99133 76395: ▼
Thursday, 5 February 2015
ભારતના પ્રમુખ શહેરોના ભૌગોલિક ઉપનામ
ભૌગોલિક ઉપનામ - શહેર
૧. રાજસ્થાનનું ગૌરવ – ચિત્તોડગઢ
૨. ઈશ્વરનું નિવાસ સ્થાન – પ્રયાગ
૩. પાંચ નદીઓની ભૂમિ – પંજાબ
૪. સાત ટાપુઓનું નગર – મુંબઈ
૫. બુનકરોનું શહેર – પાનીપત
૬. અંતરીક્ષનું શહેર – બેંગ્લોર
૭. ડાયમંડ હાર્બર – કોલકત્તા
૮. ઇલેક્ટ્રોનિક નગર – બેગ્લોર
૯. ત્યોહારનું શહેર – મદુરાઈ
૧૦. સુવર્ણ મંદિરોનું શહેર – અમૃતસર
૧૧. મહેલોનું શહેર – કોલકત્તા
૧૨. નવાબોનું શહેર – લખનૌ
૧૩. સ્ટીલ નગરી – જમશેદપુર
૧૪. પર્વતોની રાની – મસુરી
૧૫. રૈલિયોનું નગર – નવી દિલ્લી
૧૬. ભારતનું પ્રવેશ દ્વાર – મુંબઈ
૧૭. પૂર્વનું વેનિસ – કોચ્ચિ
૧૮. ભારતનું પીટ્સબર્ગ – જમશેદપુર
૧૯. ભારતનું મૈનચેસ્ટર – અમદાવાદ
૨૦. મસાલોનો બગીચો – કેરળ
૨૧. ગુલાબી નગર – જયપુર
૨૨. ક્વીન ઓફ ડેક્કન – પુણે
૨૩. ભારતનું હોલીવુડ – મુંબઈ
૨૪. ઝીલોનું નગર – શ્રીનગર
૨૫. ફળના ઝાડોનું સ્વર્ગ – સિક્કિમ
૨૬. પહાડોની રાણી – નેતરહાટ
૨૭. ભારતનું ડેટ્રોઈટ – પીથમપુર
૨૮. પૂર્વનું પેરીસ – જયપુર
૨૯. મીઠાનું સીટી – ગુજરાત
૩૦. સોયાનો પ્રદેશ – મધ્યપ્રદેશ
૩૧. દક્ષિણ ભારતની ગંગા – કાવેરી
૩૨. બ્લુ માઉન્ટેન – નીલગીરી પહાડીયા
૩૩. રાજસ્થાન નું હ્રદય – અજમેર
૩૪. સૂરમાં નગરી – બરેલી
૩૫. ખુંશ્બુઓનું શહેર – કન્નૌજ
૩૬. કાશીની બહેન – ગાજીપુર
૩૭. રાજસ્થાનનું શિમલા – માઉન્ટ આબુ
૩૮. કર્ણાટકનું રત્ન – મૈસુર
૩૯. અરબ સાગરની રાની – કોચ્ચી
૪૦. ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ – કશ્મીર
૪૧. મંદિરો અને ઘાટોનું નગર – વારાણસી
૪૨. ભારતનું પેરીસ – જયપુર
૪૩. વરસાદનું ઘર – મેઘાલય
૪૪. બગીચોનું શહેર – કપૂરથલા
૪૫. પૃથ્વીનું સ્વર્ગ – શ્રીનગર
૪૬. પહાડોની નગરી – ડુંગરપુર
૪૭. ગોલ્ડન સીટી – અમૃતસર

Thursday, 19 February 2015

ગણિતનો પ્રચાર પ્રસાર કેવી રીતે થયો તેની સપૂર્ણ માહિતી


ગણિત
ગણિત  જથ્થામાળખાંઅવકાશ અને વધઘટનો અભ્યાસ છે. ગણનાગણત્રી માપણીથી શરૂઆત કરીને નિષ્કરણ અને તર્કશાસ્ત્ર ગણિતના વિકાસના મુખ્ય પડાવો છે.
ગણિતને સદીઓથી એક ફિલસુફી તરીકે જોવામાં આવે છે. પ્લુટો અને તેમના જેવા ઘણા મહાન ગણિતજ્ઞોની ગણના ફિલસુફ તરીકે વધુ થાય છે. વિજ્ઞાનના વિકાસની સાથે ગણિત એ વિજ્ઞાનની ભાષા તરીકે ઊદય થયો. ગણિતને અત્યાર સુધી નેચરલ વિજ્ઞાનઍન્જીયરીંગ અને ભૌતિકશાસ્ત્રના પાયા તરીકે જોવામાં આવતું હતું પણ બાયો-ટેક્નોલોજી અને કમ્પ્યુટરના આવિષ્કારમાં ગણિતનો ફાળો જોઇને હવે તેને વિજ્ઞાનની તમામ શાખાઓના પાયા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
ગણિતનો અંગ્રેજી શબ્દ "mathematics"  ગ્રીક શબ્દ μάθημα (máthema) એટલે કે "વિજ્ઞાન" અને μαθηματικός (mathematikós) એટલે કે "શીખવાની ઈચ્છા રાખનાર" પરથી આવ્યો છે. ગણિતને અંગ્રેજીમાં ટૂંકમાં maths (Commonwealth Englishમાં) અથવા math (American Englishમાં) કહેવાય છે  હજુ વધુ માહિતી જાણવી હોય તો ગણિત વિજ્ઞાન મંડળ ના પૃષ્ટ માંથી ડાઉનલોડ કરીલો 

નીલ આર્મસ્ટ્રોંગ

Photo of Neil Armstrong, July 1969, in space suit with the helmet off
નીલ આર્મસ્ટ્રોંગ
   ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર વ્યક્તિ કોણ જો એવો સવાલ તમને પૂછવા માં આવે આપણે થોડું પણ વિચાર્ય વગર કહી દઈએ કે નીલ આર્મસ્ટ્રોંગ ખરુને  તો આ વ્યક્તિ  એટલે કે નીલ આર્મસ્ટ્રોંગ નું ૨૫ ઓગસ્ટ નારોજ નિધન થયેલ છે જેમની થોડા દિવસ પહેલા બાયપાસ સર્જરી થઇ હતી અને થોડા દિવસ પહેલા તેમનો જન્મદિવસ ગયો હતો 
નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ ૫ ઓગસ્ટ ૧૯૩૦માં અમેરિકાના ઓહિયો રાજ્યના વેપાકોનેટામાં થયો હતો. જુલાઈ ૧૯૬૯માં એપોલો-૧૧ મિશનમાં નેતૃત્વ કરતાં તે ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ હતા ત્યારે તેમણે કહ્યુ હતું કે “ મનુષ્ય માટે આ નાનકડું પગલું માનવ જાતિ માટે મોટી છલાગ સાબિત થશે


ચંદ્ર પર પ્રથમ ડગલું માંડનારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગનું ૮૨ વર્ષે નિધન થયું હોવાના સમાચાર પરિવારના સભ્યોએ આ હૃદયસ્પર્શી નિવેદન દ્વારા આપ્યા હતા
૧૬ વર્ષની ઉંમરે આર્મસ્ટ્રોંગને પ્લેન ઉડાવવાનું લાઇસન્સ મળ્યું હતું.
૬૦ કલાકની અંતરિક્ષ સફર બાદ તેઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. ૧૯૬૯માં ૧૬મી જુલાઈએ એપોલો-૧૧ને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું હતું.
૧૨ અમેરિકન અવકાશયાત્રી ૧૯૬૯થી ૧૯૭૨માં ચંદ્ર પર જઈ આવ્યા હતા, તેમાંથી આઠ જીવે છે.
૧૯૩૦
પાંચમી ઓગસ્ટે અમેરિકાના ઓહાયોમાં નીલ આર્મસ્ટ્રોંગનો જન્મ થયો હતો.
૧૯૪૯
અમેરિકી નેવી તરફથી કોરિયન યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધ દરમિયાન તેમણે યુદ્ધવિમાનમાં ૭૮ વાર ફ્લાઇંગ કર્યું હતું.
૧૯૬૨
૧૭મી સપ્ટેમ્બરે નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય બે અવકાશયાત્રી સૌપ્રથમ વાર મીડિયા સમક્ષ આવ્યા.
૧૯૬૬
આર્મસ્ટ્રોંગે અંતરિક્ષમાં પહેલી વાર ઉડાણ ભર્યું હતું, ત્યારે તેમને કાર ચલાવતા નહોતું આવડતું. એ વખતે તેઓ નાસાના જેમિની-૮નું નેતૃત્વ કરી રહ્યા હતા.
૧૯૬૯
૨૦મી જુલાઈએ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો. ચંદ્ર પર પગ મૂકનાર સૌપ્રથમ માનવી બન્યા.
૧૯૭૨
અમેરિકાએ તેનાં ચંદ્ર અભિયાન પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
૨૦૦૯
મિશનની ૪૦મી વર્ષગાંઠે પ્રમુખ બરાક ઓબામાએ નીલ આર્મસ્ટ્રોંગ સહિત અન્ય બે અવકાશયાત્રીનું સન્માન કર્યું હતું. નીલ જ્યારે ચંદ્ર પર હતા ત્યારે ઓબામા સાત વર્ષના હતા.
ગત પાંચમી ઓગસ્ટે ૮૨મો જન્મદિન ઊજવનારા આર્મસ્ટ્રોંગને હૃદયસંબંધી બીમારી હતી અને તાજેતરમાં જ હાર્ટસર્જરી કરાવી હતી પણ તેઓ અસ્વસ્થ હતા અને શનિવારે અવસાન પામ્યા
૧૯૬૯માં અમેરિકાના મૂનમિશન એપોલો-૧૧માં નીલ આર્મસ્ટ્રોંગ કમાન્ડર તરીકે ગયા હતા, તેમની સાથે અન્ય અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન પણ હતા. બંને અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ત્રણ કલાક સુધી લટાર મારી હતી, પરંતુ 'જાયન્ટ લીપ' તરીકે ખ્યાતિ તો નીલ આર્મસ્ટ્રોંગને જ મળી અને ચંદ્ર પર પ્રથમ ડગલું ભરનાર મનુષ્ય તરીકે ઓળખાયા
ચંદ્ર પર નીલે ફરકાવેલો ધ્વજ ગાયબ
તાજેતરમાં જ નાસાએ ચંદ્રની સપાટી પરની જે તસવીરો લીધી છે તેમાં છ અમેરિકન ધ્વજ ચંદ્ર પર લહેરાઈ રહ્યા છે પણ તેમાં એપોલો-૧૧ મિશન વખતે નીલ આર્મસ્ટ્રોંગે ફરકાવેલો ધ્વજ ગાયબ છે. અમેરિકન સ્પેસક્રાફ્ટ છ વાર ચંદ્રની સપાટી પર ઊતરી ચૂક્યાં છે અને અવકાશયાત્રીઓએ ત્યાં દર વખતે પોતાના વિજ્ઞાાની અને ટેક્નોલોજીની સિદ્ધિની યાદમાં રાષ્ટ્રનો ધ્વજ ફરકાવ્યો છે. આ ધ્વજ ચંદ્ર પરનાં પ્રતિકૂળ વાતાવરણમાં પણ ફરકી રહ્યા છે.
અંત સુધી ટસના મસ ન થયા!
ચંદ્રની સપાટી પર ડાબો પગ મૂક્યા બાદ નીલ આર્મસ્ટ્રોંગના પ્રથમ શબ્દો હતા, That’s one small step for man, one giant leap for mankind' અર્થાત  'ચંદ્રની સપાટી પર મનુષ્યનું પ્રથમ ડગલું પણ માનવજાત માટે એક મોટી છલાંગ.' આ શબ્દો લોકોએ રેડિયો પર સાંભળ્યા હતા, પરંતુ ૧૯૬૯માં લેન્ડિંગ બાદ તેમણે તરત કહ્યું હતું કે, ''તેમના શબ્દોને ખોટી રીતે રજૂ કરાયા હતા. તેમણે ચંદ્ર પરથી That’s one small step for man, one giant leap for a mankind.' એમ કહ્યું હતું.'' આના પર રિસર્ચ પણ કરવામાં આવ્યાં હતાં. લોકો ભલે એમ કહેતાં કે તેમની સ્પીચમાં સ્વર 'ટ્વ'નો ઉપયોગ નહોતો કરાયો પણ તેમ છતાં કેટલાંક રિસર્ચ તેમના પક્ષમાં હતાં. આર્મસ્ટ્રોંગે જીવનની અંતિમ ક્ષણ સુધી પકડી રાખ્યું હતું કે, ચંદ્ર પરથી તેમણે આપેલી સ્પીચમાંથી એક શબ્દ ગાયબ થઈ ગયો હતો.
ચંદ્ર પર પોતાનો ક્લિયર ફોટો ન લઇ શક્યા
નીલે ચંદ્રની સપાટીને કોલસાની ધૂળ જેવી ગણાવી હતી. તેમનું સ્પેસક્રાફ્ટ જ્યાં ઊતર્યું હતું ત્યાં એક ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. આ ઐતિહાસિક પળને સ્પેસક્રાફ્ટ પર લગાવેલા કેમેરાએ કેદ કરી હતી. ચંદ્ર પર ઊતર્યા બાદ આર્મસ્ટ્રોંગે સૌપ્રથમ ચંદ્રની સપાટીની તસવીર લીધી અને તેની માટીના નમૂના એકત્રિત કર્યા, જોકે ચંદ્ર પર આર્મસ્ટ્રોંગની કોઈ સારી તસવીર લઈ શકાઈ નહિ, કારણ કે કેમેરા મોટા ભાગનો સમય તેમના હાથમાં જ રહ્યો હતો. આર્મસ્ટ્રોંગ પછી ૨૦ મિનિટ બાદ તેમના સાથી અવકાશયાત્રી એડવિન એલ્ડ્રિન ચંદ્રની જમીન પર ઊતર્યા હતા
.બોલપેને આર્મસ્ટ્રોંગનું મિશન સફળ બનાવ્યુંએપોલો-૧૧ સ્પેસક્રાફ્ટમાં બોલપેન અને ઓલ્ડ્રિનની કોઠાસૂઝે કામ કર્યું ન હોત તો આર્મસ્ટ્રોંગ, ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ અંતરિક્ષમાં જ મૃત્યુ પામ્યા હોત. આર્મસ્ટ્રોંગ અને ઓલ્ડ્રિને ચંદ્ર પર ઊતરવાના ઉત્સાહમાં એક સ્વિચ તોડી નાખી હતી, જે તેમને ચંદ્ર પરથી પાછા પૃથ્વી પર સલામત રીતે લઈ જવા માટે જરૂરી હતી, પરંતુ ઓલ્ડ્રિને કોઠાસૂઝ વાપરી પેનને તૂટેલી સ્વિચની જગ્યાએ લગાવી દીધી હતી, આમ સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી પરથી ટેકઓફ થવામાં સફળ રહ્યું હતું. થોડા સમય પહેલાં જ ઓલ્ડ્રિન (૭૬)એ ફિલ્મ પ્રોડયુસર્સને કહ્યું હતું કે, જ્યારે સ્વિચ તૂટી તો તેમના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તે સ્વિચ કદાચ તેમાંના એક અવકાશયાત્રીના ડ્રેસને કારણે તૂટી હોઈ શકે.
અંતરિક્ષ કાર્યક્રમોમાં રાજકારણથી નિરાશ હતા નીલ
આર્મસ્ટ્રોંગ તેમનાં નિવૃત્ત જીવનમાં બહુ લાઇમલાઇટમાં રહ્યા નહોતા, પરંતુ લાંબા સમય બાદ તેમણે અંતરિક્ષ કાર્યક્રમો પર રમાઈ રહેલાં રાજકારણ અને હરીફાઈ પર ટિપ્પણી કરી આ બધાને તેમને તુચ્છ કક્ષાનું ગણાવ્યું હતું. સ્પેસ કાર્યક્રમો માટેની બરાક ઓબામાની નીતિ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી

Saturday, 22 November 2014



સૌથી મોટો ગ્રહ - ગુરુ
સૌથી નાનો ગ્રહ - બુધ
સૌથી તેજસ્વી ગ્રહ - શુક્ર
સૂર્યથી નજીકનો ગ્ર હ - બુધ
લાલ રંગનો ગ્રહ - મંગળ
સૌથી ગરમ ગ્રહ - બુધ
પૃથ્વીનો સૌથી નજીકનો તારો - સૂર્ય
સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ - શુક્ર
પૃથ્વીની નજીકના બે ગ્રહો - મંગળ અને શુક્ર
સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો - બુધ અને
શુક્ર
આકાશમંડળમાં સૌથી ચળકતો તારો - વ્યાધ
શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -
મંગળ, બુધ , ગુરુ , શુક્ર.શનિ ,
જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ - પૃથ્વી
પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
અવિચળ તારો - ધ્રુવ
સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ -
મરીચિ , વસિષ્ઠ , અંગિરસ , અત્રિ
, પુલસ્ત્ય , પુલહ , ક્રતુ
સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -
નેપચ્યુન
સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ

Tuesday, 18 November 2014

G.K. ABOUT CONSTITUTION

ગુજરાતી જનરલ નોલેજ....
(૧) ભારતીય બંધારણ
૨૬મી જાન્યુઆરી-૧૯૫૦નાં રોજ
અસ્તિત્વમાં આવ્યું.
(૨) ભારતીય
બંધારણનાં ઘડવૈયાઓની સભાનાં પ્રમુખ
ડો.બી.આર.આંબેડકર હતાં.
(૩) રાષ્ટ્રાય
ચૂંટણીઓમાં ભારતના નાગરિકોને અઢાર
વર્ષે મતાધિકાર મળે છે.
(૪) પ્રજાસત્તાક
ભારતમાં સૌથી પહેલી લોકસભાની ચૂંટણી ઇ.સ.૧૯૫૨માં યોજાયેલી.
(૫) ભારતનાં રાષ્ટ્રધ્વજની લંબાઇ-
પહોળાઇનું પ્રમાણ ૩ : ૨ નું હોય છે.
(૬) ચૂંટણી પછી સત્તા પર
આવતી સરકારની મુદત પાંચ વર્ષની હોય છે.
(૭) કેંન્દ્રીય પ્રધાનમંડળનાં પ્રધાનોને
હોદ્દા ને ગુપ્તત્તાનાં શપથ
રાષ્ટ્રપતિ લેવડાવે છે.
(૮) ભારતનો રાષ્ટ્રધ્વજ
ખાદીના કાપડમાંથી બનેલો હોવાનું
ફરજિયાત છે.
(૯) ભારતીય બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ
સત્તા રાષ્ટ્રપતિનાં હાથમાં હોય છે.
(૧૦) ભારતનાં એટર્ની જનરલ તેમ જ
કોમ્પ્ટ્રોલર & ઓડિટર જનરલની નિમણૂંક
રાષ્ટ્રપતિ કરે છે.
(૧૧) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત
દાખલ કરવા માટે લોકસભાના કુલ એક
દશાંશ સભ્યોનાં સમર્થનની જરુર પડે છે.
(૧૨) ભારતીય સેનાની ત્રણેય
પાંખોના સુપ્રીમ કમાંડર રાષ્ટ્રપતિ છે.
(૧૩) ભારતના સૌપ્રથમ
રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ હતાં.
(૧૪) ભારતની સૌપ્રથમ
લોકસભાનાં અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર
હતાં.
(૧૫) ભારતનાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિને
હોદ્દાના અને ગુપ્તતાના શપથ સુપ્રેમ
કોર્ટનાં ચીફ જસ્ટીસ લેવડાવે છે.
(૧૬) રાજ્યસભામાં ચૂંટાયેલાં સભ્યની મુદત છ
વર્ષની હોય છે.
(૧૭)
ભારતમાં રાષ્ટ્રપતિની ઉમેદવારની ઉંમર
ઓછામાં ઓછી ૩૫ વર્ષની હોવી જરુરી છે.
(૧૮) લોકસભાની મુદત પાંચ વર્ષ હોય છે.
(૧૯) રાજ્યસભાના એક તૃત્યાંશ સભ્યો દર બે
વર્ષે નિવૃત્ત થાય છે.
(૨૦) ભારતીય સંસદ રાષ્ટ્રપતિ,
લોકસભા અને રાજ્યસભાની બનેલી હોય છે.
(૨૧)લોકસભાના સભ્ય બનવા માટે
ઓછામાં ઓછી ઉંમર ૨૫
વર્ષની હોવી જરુરી છે.
(૨૨) ભારતના રાષ્ટ્રપતિની મુદત પાંચ
વર્ષની હોય છે.
(૨૩) એક રુપિયાની નોત ઉપર
નાણામંત્રાલયના સચિવની સહી હોય છે.
(૨૪) કેન્દ્ર સરકારને કાનૂની સલાહ આપવાનું
કાર્ય એટર્ની જનરલ હોય છે.
(૨૫) રાજ્યસભાના અધ્યક્ષ તરીકે
હોદાની રુએ
ઉપરાષ્ટ્રપતિ કામગીરી બજાવે છે.
(૨૬)
ભારતની સંસદમાં ઉત્તરપ્રદેશની સંસદસભાની સીટ
સૌથી વધુ છે.
(૨૭)
હાઇકોર્ટના ન્યાયમૂર્તી (જજ)ની નિમણૂંક
રાષ્ટ્રપતિ કરે છે.
(૨૮) ભારતમાં સૌપ્રથમ મહિલા ગવર્નર
બનનાર સરોજિની નાયડું છે.
(૨૯)
ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સૌપ્રથમ
ઇ.સ.૧૯૬૨માં થૈ.
(૩૦) દસ રુપિયાની નોટ ઉપર રિઝર્વ
બેંકના ગવર્નરની સહી હોય છે.
(૩૧) ભારતીય બંધારણની 352મી કલમ હેઠળ
રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
(૩૨) ભારતનાં રાષ્ટ્રપતિએ
જો રાજીનામું આપવું હોય તો તે ઉપ-
રાષ્ટ્રપતિને આપે છે.
(૩૩) રાષ્ટ્રપતિ અને
ઉપરાષ્ટ્રપતિ બંન્નેની ગેરહાજરીમાં તેમની ફરજો સુપ્રીમ
કોર્ટના ચીફ જસ્ટીસ બજાવે છે.
(૩૪) હોદાની રુએ વડાપ્રધાન આયોજન
પંચના અધ્યક્ષ હોય છે.
(૩૫)
રાજ્યસભામાં ચૂંટાવા માટેની ઉમેદવારી નોંધાવવા માટે
ઓછામાં ઓછી ઉંમર ત્રીસ
વર્ષની હોવી જરુરી છે.
(૩૬)
ભારતમાં લોકસભાના ચૂંટાયેલાં સભ્યોની કુલ
બેઠક ૫૪૩ છે.
(૩૭) ભારતમાં કુલ રાજ્યસભાની બેઠક ૨૫૦
ની છે.
(૩૮) લોકસભામાં કોરમ થવા માટે દશ
ટકા સભ્યોની જરુર પડે છે.
(૩૯) ગુજરાતમાં લોકસભા(સંસદસભ્ય
)ની કુલસંખ્યા-બેઠક ૨૬ છે.
(૪૦) ગુજરાત માટે રાજ્યસભાની કુલ બેઠક
૧૩-(તેર) છે.
(૪૧) રાજકીય પક્ષોને ચૂંટણી-ચિહ્ન
ફાળવવાનું કાર્ય ચૂંટણી પંચ કરે છે.
(૪૨) સર્વોચ્ચ
અદાલતના ન્યાયમૂર્તિની નિવૃત્તિવય
પાંસઠ વર્ષ નક્કી કરવામાં આવેલાં છે.
(૪૩) રાષ્ટ્રપતિ બંધારણનો ભંગ કરે તો સંસદ
પાસે બે-તૃત્યાંશની બહુમતિનાં બળે પદ
ઉપરથી દૂર કરી શકે છે.
(૪૪) ભારતીય બંધારણ અનુસાર દેશની કુલ
અઢાર ભાષાને
માન્યતા આપવામાં આવેલી છે.
(૪૫) ભારતના રાષ્ટ્રધ્વજ
વચ્ચેનાં ચક્રમાં કુલ ચોવીસ આરા હોય છે.
(૪૬) જમ્મુ-કાશ્મીર રાજ્યને કલમ ૩૭૦ મુજબ
ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે.
(૪૭) ભારત સરકારના બંધારણીય
વડા રાષ્ટ્રપતિ ગણાય છે.
(૪૮) ભારતના બંધારણ મુજબ
વહીવટી વડા તે વડાપ્રધાન ગણાય છે.
(૪૯) ભારતીય બંધારણની કલમ ૩૫૬ એ
રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન
લાદવાની સત્ત
(૫૦) લોકસભામાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત
એંગ્લો-ઇંડિયન એ બે
સભ્યોની નિયુક્તિ રાષ્ટ્રપતિ હોદ્દાની રુએ
કરી શકે છ

GUJARATI SAHITY G.K. & GRAMMER.

નોંધપાત્ર કૃતિઓ
અમાસના તારા – કિસનસિંહ ચાવડા
અમૃત – રઘુવીર ચૌધરી અહલ્યાથી ઇલિઝાબેથ –
સરોજ પાઠક
આકાર – ચંદ્રકાન્ત બક્ષી
આગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં,
મંદાકિની – ચંદ્રવદન મહેતા
આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ
અખંડ દીવો – લીલાબહેન
અભિનય પંથે – અમૃત જાની
અભિનવનો રસવિચાર – નગીનદાસ પારેખ
અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી
કૃષ્ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ
ખોવાયેલી દુનિયાની સફરે – યશંવતમહેતા
ગ્રામલક્ષ્મી (ભાગ ૧ થી ૪) – ર.વ.દેસાઇ
ગૃહપ્રવેશ – સુરેશ જોષી
ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી
ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં –બકુલ ત્રિપાઠી
ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્
ચહેરા – મધુ રાય
ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો –
સ્વામી સચ્ચિદાનંદ
ચિહન – ધીરેન્દ્ર મહેતા
જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર
જયાજયંત – ન્હાનાલાલ
જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ
ગાંધી
જિગર અને અમી – ચુનીલાલ શાહ
ઝેર તો પીધાં છે જાણી જાણી – મનુભાઇ પંચોળી
તણખા (ભાગ ૧ થી ૪) – ધૂમકેતુ
તપોવનની વાટે, ભજનરસ – મકરંદ દવે
થોડાં આંસુ થોડાં ફૂલ – જયશંકર સુંદરી
દક્ષિણાયન – સુન્દરમ્
દિગદિગંત – પ્રીતી સેનગુપ્તા
દ્વિરેફની વાતો – રા. વિ. પાઠક
નિશીથ,સમયરંગ – ઉમાશંકર જોષી
નીરખ નિરંજન – નિરંજન ત્રિવેદી
પ્રસન્ન ગઠરિયાં, વિનોદની નજરે – વિનોદ ભટ્ટ
બીજી સવારનો સૂરજ – હસુ યાજ્ઞિક
ભદ્રંભદ્ર, રાઇનો પર્વત – રમણભાઇનીલકંઠ
મળેલા જીવ, માનવીની ભવાઇ – પન્નાલાલ પટેલ
માધવ કયાંય નથી મધુવનમાં – હરિન્દ્ર દવે
અશ્ર્વત્થ – ઉશનસ્
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – નારાયણ દેસાઇ
અંધારી ગલીમાં સફેદ ટપકાં – હિમાંશી શેલત
આત્મકથા (ભાગ ૧ થી ૫) – ઇન્દુલાલ યાજ્ઞિક
આપણો ઘડીક સંગ – દિગીથ મહેતા
એક ઉંદર અને જદુનાથ, લઘરો – લાભશંકર ઠાકર
ઊર્ધ્વલોક – ભગવતીકુમાર શર્મા
કલાપીનો કેકારવ – કલાપી
કુસુમમાળા – નરસીંહરાવ દિવેટીયા
કેન્દ્ર અને પરિઘ – યશવંત શુકલ
માણસાઇના દીવા, યુગવંદના – ઝવેરચંદ મેઘાણી
મિથ્યાભિમાન – દલપતરામ
મોરનાં ઇંડાં – કૃષ્ણલાલ શ્રીધરાણી
મોત પર મનન – ફિરોજ દાવર
મૂળ સોતાં ઊખડેલા – કમુબેનપટેલ
રંગતરંગ (ભાગ ૧ થી ૫) – જયોતિન્દ્ર દવે
રચના અને સંરચના – હરિવલ્લભ ભાયાણી
રાનેરી – મણિલાલદેસાઇ
રેખાચિત્ર – લીલાવતી મુનશી
લીલુડી ધરતી – ચુનીલાલ મડિયા
વસુધા – સુન્દરમ્
વડવાનલ – ધીરુબહેન પટેલ
વનવગડાનાં વાસી – વનેચર
વનાંચલ – જયંત પાઠક
વિખૂટાં પડીને – અશ્ર્વિન દેસાઇ
વિદિશા – ભોળાભાઇ પટેલ
વિદેશ વસવાટનાં સંભારણા – જિતેન્દ્ર દેસાઇ
વિવેક અને સાધના – કેદારનાથ
શર્વિલક – રસિકલાલ પરીખ
શિયાળાની સવારનો તડકો – વાડીલાલડગલી
શ્રેયાર્થીની સાધના – નરહરિ પરીખ
વ્યકિત ઘડતર – ફાધર વાલેસ
સત્યના પ્રયોગો, હિંદ સ્વરાજય – ગાંધીજી
સરસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
સમૂળી ક્રાન્તિ – કિશોરલાલ મશરૂવાળા
સાવજકથાઓ – કનૈયાલાલ રામાનુજ
સાત એકાંકી – તારક મહેતા
સુદામા ચરિત્ર – નરસિંહ મહેતા
સોનાનો કિલ્લો – સુકન્યા ઝવેરી
સાત પગલાં આકાશમાં – કુંદનિકા કાપડિયા
સિધ્ધહેમશબ્દાનુશાસન – હેમચંદ્રાચાર્ય
હિમાલયનો પ્રવાસ – કાકા કાલેલકર
✅✅✅✅
શબ્દસમૂહ માટે એક શબ્દ
1. જેમાંથી વસ્તુ ખુટે નહિ તેવું પાત્ર –
અક્ષયપાત્ર
2. વૃદ્રાવસ્થા કે મૃત્યુ અ આવે તેવું –
અજરાઅમર
3. જીતી ન શકાય તેવું - અજેય
4. સાચવી રાખવા સોંપેલી વસ્તુ - અનામત
5. મટકું માર્યા વગર – અનિમેષ
6. કોઇની સાથે સરખાવી શકાય નહિ તેવું –
અનુપમ
7. પહેલાં કદી ન બન્યું હોય તેવું – અપૂર્વ
8. કદી પણ ન બની શકે તેવું – અસંભવિત
9. પોતાના વખાણ પોતે કરવાં તે – આત્મ શ્લાઘા
10. આંખ આગળ ખડુંથઇ જાય તેવું – આબેહૂબ
11. લેખકે ધારણ કરેલું બીજું નામ – ઉપનામ ,
તખલ્લુસ
12. એકબીજામાં ભળી ગયેલ – ઓતપ્રોત
13. અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
14. જે પત્ની મેળવી શક્યા નથી તે- વાંઢો
15. ઉપકાર ઉપર અપકાર કરનાર – કૃતઘ્ન
16. કરેલા ઉપકારને જાણનાર– કૃતજ્ઞ
17. ચોમાસું પાક – ખરીફ પાક
18. શિયાળું પાક – રવી પાક
19. આકાશમાં ફરનાર – ખેચર
20. જન્મથી પૈસાદાર – ગર્ભશ્રીમંત
21. ગામનો વહીવટ કરનારી સંસ્થા –
ગ્રામપંચાયત
22. પકડેલી વાતને નહિ છોડનાર – જિદ્દી
23. બે જણાને લડાવી મારવાનુંકામ– નારદવેડા
24. જેનું નામ લેવું પવિત્ર છે તે – પુણ્યશ્લોક
25. જેણે તહોમત મૂક્યું છે તે – વાદી, ફરિયાદી
26. જેના ઉપર તહોમત મુકાયુ છે તે– પ્રતિવાદી,
આરોપી
27. જેની ત્રણ બાજુ પાણી હોય
તેવો જમીનનો ભાગ - દ્રીપલ્પ
28. જરૂર જેટલુંખાનાર – મિતાહારી
29. કવિઓનું સંમેલન – મુશાયરો
30. પચ્ચીસ
વર્ષપૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ – રજત
મહોત્સવ
31. પચાસ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ
– સુવર્ણ મહોત્સવ
32. સાઠ વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ –
હીરક મહોત્સવ / ષષ્ટીપૂર્તિ
33. સો વર્ષ પૂરાં થયાં પછી ઊજવાતો ઉત્સવ –
શતાબ્દી મહોત્સવ
34. સચોટ અસર થાય તેવું – રામબાણ
35. એકહથ્થુ સત્તાવાળો વહીવટ –
સરમુખત્યારશાહી
36. હું ઊતરતો છું એવો ભાવ હોવો – લધુતાગ્રંથિ
37. મરણ વખતનું ખતપત્ર – વસિયતનામું
38. એક ચીજ આપીને બીજી લેવી તે –વિનિમય
39. સારાનરસાને પારખવાની બુધ્ધિ– વિવેકબુધ્ધિ
40. આકાશના પદાર્થોનું નિરીક્ષણકરનારી શાળા –
વેધશાળા
41. ધર્મ કે સ્વદેશને ખાતર પોતાનું
બલિદાનદેનાર – શહીદ
42. વરઘોડામાં આવેલા માણસો – સાજન
43. પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ
44. સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર – ખાંભી,
પાળિયો
45. એક જ માતાના પેટે જન્મેલ – સહોદર
46. કુદરતી ઉપચાર દ્રારા રોગ
નિવારણની પધ્ધતિ – નિસર્ગોપચાર
47. ઝીણી વસ્તુઓને દેખાડનાર – સૂક્ષ્મદર્શક
48. કામ કર્યા વગર બદલો મેળવનાર – હરામખોર
49. ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
50. શું કરવું કે કહેવું ન સૂઝે તેવું – દિગ્મૂઢ
51. દિવસનો કાર્યક્રમ – દિનચર્યા
52. ત્રણ કલાકનોસમય – પ્રહર
53. દેખાતો પાણીનો આભાસ – મૃગજળ
54. આકાશ અને ધરતી મળે તે રેખા –ક્ષિતિજ
55. કામધંધા વગરનો – બેરોજગાર
56. છૂપી રીતે દાન કરવું તે – ગુપ્તદાન
56. જેનો મોલ ન હોય તેવું – અણમોલ
57. કોઇની સાથે તુલના ન થાય તેવું – અનુપમ,
અપ્રિતમ
58. મનને હરી લે તેવું – મનોહર
59. સહન ન થાય તેવું – અસહ્ય
60. તિથિ નક્કી કર્યા વિના આવનાર – અતિથિ
61. જેનામાં દોષનથી તે – નિર્દોષ
62. વિધાર્થીઓને રહેવાનું સ્થળ – છાત્રાલય
63. રથ ચલાવનાર માણસ – સારથિ
64. ગાયોને રાખવાની જગ્યા - ગૌશાળા
65. સાચવવા આપેલી વસ્તુ – થાપણ
66. સાથે સફર કરનાર – હમસફર